જમાઅત દ્વારા વર્ષોથી અનેક આર્થિક સહાયની પ્રવૃતિઓ કરવામાં આવતી હોવા છતાં હજુ પણ જમાઅતના બહુ મોટી સંખ્યામાં સભ્યો ગરીબી તથા આર્થિક સમસ્યાનો સામનો કરી રહેલ છે તેઓને આ દુઃખદર્દ માં સહભાગી થવા જમાઅતના સખીદાતાઓ દ્વારા ખુબ મોટી સંખ્યામાં ડોનેશન આપવામાં આવે છે અને તે ફંડ દ્વારા આર્થિક સહાયની અનેક પવૃત્તિઓ કરવામાં આવે છે જમાઅત દ્વારા વર્ષોથી વિધવા, વૃદ્ધ અને ગરીબ પરિવારોને માસિક અનાજ તથા રોકડ સહાય આપવામાં આવે છે. મેડિકલ સહાય, લગ્ન ખર્ચ સહાય, સિલાઈ મશીન તથા ઘણી બધી આર્થિક સહાયની પ્રવૃતિઓ કરી ગરીબ કુટુંબોને સાથ સહકાર આપવામાં આવે છે. આ તમામ આર્થિક પ્રવૃતિઓ માં સાથ સહકાર આપનાર સખીદાતાઓને આભાર વ્યકત કરવો જરૂરી બની જાય છે.