નાની મોટી ગેરસમજ અને વાંધા વચકાઓ ને કારણે લગ્ન તૂટવાથી કોઈપણ સમાજ માં અનેક ગંભીર સમશ્યાઓ સર્જાય છે. આપણી જમાઅત માં પણ નજીવા કારણોસર છૂટાછેડા લેવાનું પ્રમાણ ખુબ જ વધતું જાય છે જે ખરેખર દુઃખદ અને વિચારવાનો પ્રશ્ન છે.

જમાઅત ના સભ્યો વગર વિચારે આવા પગલાં ના લે તથા જમાઅત માં બિનજરૂરી છૂટાછેડાની સમસ્યા ના સર્જાય તે હેતુથી જમાઅતની ફેંસલા કમિટી સરાહનીય કામગીરી બજાવી બિનજરૂરી છૂટાછેડા રોકવાનું કાર્ય કરે છે. જેમાં જમાઅત ના વડીલ મુરબ્બીઓ દ્વારા દરેક માહિતીને ગોપનીય રાખી બંને પક્ષકારો દરમ્યાન સમાધાન કરાવવાનો પ્રયાસ કરે છે જેના કારણે આજે અનેક ઘર આવા બિનજરૂરી છૂટાછેડા થી બચાવ પામ્યા છે.

જમાઅતના માનવંતા સભ્યોથી ગુજારીશ છે કે કોઈપણ સમસ્યા માં ઉતાવળે નિર્ણય ના લઇ જમાઅતની ફેંસલા કમિટી માં પોતાની વાત રજૂ કરશો.

ઈન્શાહઅલ્લાહ પરિણામ સારું આવશે.