જમાઅત દ્વારા શૈક્ષણિક અને આર્થિક પ્રવૃતિઓની સાથે સાથે રમત-ગમત પ્રવૃતિઓનું પણ ખુબ સરસ આયોજન કરવામાં આવે છે. ભારતમાં ક્રિકેટ ખુબ જ લોકપ્રિય રમત છે તે કારણથી જ જમાઅત દ્વારા ૧૫ વર્ષથી વધુ વય ધરાવતા યુવાઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ ટુર્નામેન્ટનું લોકપ્રિય ઇન્ડિયન પ્રીમિયર લીગ જેવું જ આયોજન દર વર્ષે કરવામાં આવે છે જે જમાઅતના યુવાઓમાં ખુબજ લોકપ્રિય છે. આ આયોજન માં શિસ્ત, યુનિફોર્મ. મહેમાનો અને ખિલાડીઓ માટે જમણવાર વગેરે માટે ખુબ જ મહેનત કરવામાં આવે છે. આ આયોજન માં અલગ અલગ સ્પોન્સર્સ તથા ટિમ ઓનર નો સહકાર સરાહનીય છે.

યુવાઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન ની સાથે સાથે બાળકો તથા છોકરીઓ માટે અલગ થી તમે ગમતની પ્રવૃતિઓ વિચારણા હેઠળ છે જેનો યોગ્ય સમયે અમલ કરવામાં આવશે.