શિક્ષણ વિના કોઈપણ સમાજ નો વિકાસ અસંભવ છે.

જમાઅતની આવનારી પેઢી શિક્ષીત, સમૃદ્ધ  અને વિકસિત બને તે હેતુથી અનેકવિધ શૈક્ષણિક પ્રવૃતિઓ કરવામાં આવે છે. દર વર્ષે તેજસ્વી વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કરવાના હેતુથી વિદ્યાર્થી સન્માન સમારંભ યોજવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ, સર્ટિફિકેટ, તથા એવોર્ડ્સ આપી સન્માન કરવામાં આવે છે.

આર્થિક સમસ્યા ને કારણે કોઈપણ વિદ્યાર્થી શિક્ષણ થી વંચિત ના રહે તે હેતુથી જરૂરતમંદ વિદ્યાર્થીઓને વિવિધ શેક્ષણિક સહાય આપવામાં આવે છે સ્કુલ ફી, ટ્યુશન ફી, મફત નોટબુક-ચોપડીઓ વગેરેની સહાય આપવામાં આવે છે.

વિદ્યાર્થીઓને કારકિર્દી માટે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી વિવિધ કારકિર્દી માર્ગદર્શન પ્રોગ્રામ  કરવામાં આવે છે આવનારા સમયમાં વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદરૂપ થાય તેવી અનેકવિધ પ્રવૃતિઓ માં આપ સૌના સાથ સહકારની અપેક્ષા છે.